
સમયની ફ્રેમમાં મરીઝનો સર્વકાલીન ચહેરો `મરીઝ’ એટલે ગુજરાતી ગઝલસાહિત્યના ભિષ્મપિતામહ… જેમનું સમગ્ર જીવન દર્દ અને પીડાની બાણશય્યા પર પસાર થયું, જેનાં પરિણામે ગુજરાતી ગઝલે અનુભૂતિની અભિવ્યક્તિ માટે એક નવી જ દિશા ખોલી આપી! અત્યારે તમારા હાથને શોભાવી રહેલું આ પુસ્તક, `મરીઝ’ વિશેના લેખો કે અંજલિલેખોનો સંગ્રહ નથી, પણ પુસ્તકનાં પાને પાને તમને `મરીઝ’ના જીવનદર્શનની એક જુદી જ મહેક માણવા મળે એવો અમૂલ્ય ગુલદસ્તો છે! `મરીઝ’ની પીડાના પટારામાંથી નીકળતું એક એક ગઝલઘરેણું, તમારી ગઝલપ્રીતિને સદાકાળ માટે `લાઇવ’ રાખશે અને ગઝલપ્રેમીઓ તેમજ `મરીઝ’ના દીવાનાઓ માટે આ પુસ્તક એક અણમોલ ખજાનો બની રહેશે! આવો, `મરીઝ’ સાહેબને તેમના જ અંદાજમાં કહીએ - હા, સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જનમ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા!
| Brand Name | The Write Place |
| Manufacturer | R. R. Sheth & Co. Pvt. Ltd |
| Item Type | Poetry · Books |
| Shipping Weight | 260 g |
| Package Dimensions | 21.5 × 14 × 1.2 cm |
| Category | Books › Literature & Fiction › Poetry |
| Category Rank | #392,659 in Books |
| Marketplace Rating | 4.1 out of 5 (7 ratings on the source marketplace) |
| EAN | 9789351228738 |